ફૂલનો પવન લોચન મારે વાયો's image
0418

ફૂલનો પવન લોચન મારે વાયો

ShareBookmarks

ફૂલનો પવન લોચન મારે વાયો,
આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો.

કોઈ તરુ ના, કોઈ ના ડાળી, કોઈ ના ડાળખી, પાન;
ફૂલનો ફુવાર એટલો ફૂટે જેમ કવિનાં ગાન :
ફૂલનો સૂરજ હ્રદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો.

ફૂલની નદી, ફૂલનું તલાવ, ફૂલનું નાનું ગામ,
ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ;
કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં ફૂલથી ફાવ્યો,
ફૂલનો પવન લોચન મારે વાયો.

Read More! Learn More!

Sootradhar