About રમણ સોની
સવિશેષ પરિચય: સોની રમણ કાન્તિલાલ (૭-૭-૧૯૪૬) : વિવેચક, સંપાદક. જન્મ ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચિત્રોડામાં. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૬૭માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. ૧૯૭૦-૭૧માં પેટલાદની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૧થી ઈડરની આર્ટ્સ-કૉમર્સ ક…
About રમણ સોની
સવિશેષ પરિચય:
સોની રમણ કાન્તિલાલ
(૭-૭-૧૯૪૬) : વિવેચક, સંપાદક. જન્મ ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચિત્રોડામાં. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૬૭માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. ૧૯૭૦-૭૧માં પેટલાદની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૧થી ઈડરની આર્ટ્સ-કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ. ૧૯૮૦-૮૪ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં સંપાદકની કામગીરી.‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૮) કવિતાનાં આંતરબાહ્ય તત્વો વિશે સમજ આપતું પુસ્તક છે. પુસ્તિકા ‘ખબરદાર’ (૧૯૮૧)માં ખબરદાર વિશેનો સંક્ષિપ્ત પણ સમગ્રદર્શી અભ્યાસ તેમ જ તેમની કવિતા વિશે ફેરતપાસ કરતું સ્વતંત્ર મૂલ્યાંકન છે. મહાનિબંધ ‘ઉશનસ્-સર્જક અને વિવેચક’ (૧૯૮૪)માં એક અભ્યાસી વિવેચક તરીકેની એમની સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદનપટુતાનો પરિચય મળે છે. આ ઉપરાંત ‘ગુજરાતી વ્યાકરણવિચાર’ (અન્ય સાથે, ૧૯૮૪) પુસ્તક પણ પ્રગટ કર્યું છે. એમનાં સંપાદનોમાં સ્વ. ભૂપેશ અધ્વર્યુની વાર્તાઓનું ‘હનુમાન લવકુશ મિલન’ (૧૯૮૨) નામે અન્ય સાથે કરેલું સંપાદન તેમ જ ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’નાં વાર્ષિકો ‘અધીત’ -૭ (૧૯૮૩) અને ‘અધીત’ -૮ (૧૯૮૪)નાં અન્ય સાથેનાં સંપાદનો મુખ્ય છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
રમણ સોની: Quick Answers
Who is રમણ સોની?
સવિશેષ પરિચય: સોની રમણ કાન્તિલાલ (૭-૭-૧૯૪૬) : વિવેચક, સંપાદક. જન્મ ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં.
Poems & Stories by રમણ સોની
No poems or stories yet from this poet.
Videos on રમણ સોની
Loading videos…
Books by રમણ સોની
Loading books…








