ઘરમાં ઊભા જડની માફક
દર્પણની એક તડની માફક
ડાળ બટકતી જોયા કરીએ
સમય ઊભો છે થડની માફક
હું જ મને અથડાતો રહેતો
ઘરમાં છું સાંકડની માફક
આડેધડ ઊગી નીકળ્યા છે
સ્મરણો તારાં ખડની માફક
મારી ધરતી પર ફેલાયા
શબ્દો કબીર-વડની માફક
ઘરમાં ઊભા જડની માફક
દર્પણની એક તડની માફક
ડાળ બટકતી જોયા કરીએ
સમય ઊભો છે થડની માફક
હું જ મને અથડાતો રહેતો
ઘરમાં છું સાંકડની માફક
આડેધડ ઊગી નીકળ્યા છે
સ્મરણો તારાં ખડની માફક
મારી ધરતી પર ફેલાયા
શબ્દો કબીર-વડની માફક

Manoj Khanderia was poet and a Ghazal writer of Gujarati language.
View profile & all 6 Poems / Storiesબધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી;ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.
તારી અસરમાં સાવ અટુલા પડી ગયાભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
ઉઘાડાં દ્વારા હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે,ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે.
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બનેઆ હાથ આખેઆખો બળે એમ પણ બને
એ વિરહને ખણે તો ખણવા દે;રાતે તારા ગણે તો ગણવા દે.