About મણિલાલ પટેલ
સવિશેષ પરિચય: પટેલ મણિલાલ હરિદાસ (૯-૧૧-૧૯૪૯) : કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ લુણાવાડા તાલુકાના મોટાપાલ્લામાં. ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૭૧માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૯માં ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્ટસ-કૉમર્સ કૉલેજ, ઈડરમાં…
About મણિલાલ પટેલ
સવિશેષ પરિચય:
પટેલ મણિલાલ હરિદાસ
(૯-૧૧-૧૯૪૯) : કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ લુણાવાડા તાલુકાના મોટાપાલ્લામાં. ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૭૧માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૯માં ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્ટસ-કૉમર્સ કૉલેજ, ઈડરમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૮૭થી સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે સંલગ્ન.એમના ‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩) અને ‘સાતમી ઋતુ’ (૧૯૮૮) નામક કાવ્યસંગ્રહોમાં ઈડરના સ્થળવિશેષના આગવા અસબાબથી અને ઈન્દ્રિયવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પોત આધુનિક પરંપરાને અનુસંધિત રાખીને ચાલે છે. ‘તરસઘર’ (૧૯૭૪), ‘ઘેરો’ (૧૯૮૪) અને ‘કિલ્લો’ (૧૯૮૬) નામક એમની નવલકથાઓમાં કથાનક અને ભાષા પરત્વેનો કસબ આસ્વાદ્ય છે. ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે’ (૧૯૮૫) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે; એમાં અંગત આપવીતી ક્યાંક સંવેદ્ય બની શકી છે. ‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘જીવનકથા’ (૧૯૮૬) એમના વિવેચનગ્રંથો છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
મણિલાલ પટેલ: Quick Answers
Who is મણિલાલ પટેલ?
સવિશેષ પરિચય: પટેલ મણિલાલ હરિદાસ (૯-૧૧-૧૯૪૯) : કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ લુણાવાડા તાલુકાના મોટાપાલ્લામાં.
Poems & Stories by મણિલાલ પટેલ
No poems or stories yet from this poet.
Videos on મણિલાલ પટેલ
Loading videos…
Books by મણિલાલ પટેલ
Loading books…








