Harilal Upadhyay, poet
Sootradhar · Author

Harilal Upadhyay

22 January 1916 – 15 January 1994Mota Khijadiya, Gujarat, India

  • 1 Poems & Stories
  • 12.6K Reads

About Harilal Upadhyay

Harilal Upadhyay (Gujarati: હરિલાલ ઉપાધ્યાય) was a Gujarati novelist and poet. He wrote more than 100 books. Harilal Upadhyay was born on 22 January 1916 in Mota Khijadiya village near Rajkot in a Brahmin family of Jadavji and Gangaben. His father was a priest in a temple at Makaji Meghpar. He completed his primary ed…

Poetry & Stories

  1. વિ તરીકે હરિલાલ ઉપાઘ્‍યાય :

    કવિ હરિલાલ ઉપાઘ્‍યાય એક સંવેદનશીલ કવિ હતા. તેઓએ જીવનમાં અનેક કડવા-મીઠાં પ્રસંગો અનુભવ્‍યા હતા. એટલે તેમની કવિતામાં પણ ગ્રામ્‍ય સમાજ, લોકજીવન, તેના રિતરિવાજ, શોષણ વગેરે બાબતોને કેન્‍દ્રમાં રાખી કવિતા રચી છે. તેઓ જયારે જામનગરની સંસ્‍કૃત પાઠશાળામાં અભ્‍યાસ કરતા હતા ત્‍યારે તેમણે "પાણિનીય કૌમુદી" નો અભ્‍યાસ કર્યો. અને ૧૩ વર્ષની વયે તેમનામાં કવિત્‍વશક્‍તિતના અંકુરો ફૂટયા એ તેર વર્ષની વયે એક મેળાવડામાં તેમણે સ્‍વરચિત કાવ્‍ય ગાયું અને તેમનેપુરષ્‍કાર આપવામાં આવ્‍યો હતો. ત્‍યાર બાદ તેમણે કવિતા યાત્રા શરૂ કરી. ગ્રામ્‍યજીવનને કેન્‍દ્રમાં રાખીને તેમણે ‘ગામડું મુજને પ્‍યારું' એવું કાવ્‍ય લખ્‍યું. એનું પઠન પણ તેમણે જામનગરના એક સમારંભ દરમિયાન કર્યુ હતું. અને તાલીઓના ગડગડાટથી તે કાવ્‍યને વધાવવામાં આવ્‍યું હતું. તેમણે પ્રથમ કાવ્‍ય ‘લગ્નબંધન' નામનું લખ્‍યું હતું.આમ કવિતાના અનોખા મિજાજ સાથે તેમણે પાંચસો પંક્‍તિતનું વીરરસથી સભર "તાન્‍યા" નામનું કાવ્‍ય પણ લખ્‍યું હતું. એ ઉપરાંત ગ્રામ્‍ય પરિવેશમાં ગ્રામ્‍યજાગૃતિની અનેક કવિતાઓ લખી, તેમજ દેશભક્‍તિતની કવિતાઓમાં 'રાષ્‍ટ્ર તણા સરદાર', 'શિવાજીનું હાલરડું', 'જવાહરલાલ નહેરુનું હાલરડું' વગરે રચનાઓ નોંધપાત્ર છે. આ ઉપરાંત દુહાઓ, કથાગીત વગરેની રચનાઓ પણ તેમણે ખૂબ કુશળતાથી કરી છે. તેમની કાવ્‍યરચનાઓ સાદી અને સરળ-સહજ શૈલીમાં વાચક સરળતાથી સમજી શકે એવી રીતે રજૂ કરેલી છે. દા.ત.

    3 min read · 12.6K reads

More Poetry & Stories You May Like