About તારક મહેતા
સવિશેષ પરિચય: મહેતા તારક જનુભાઈ (૨૬-૧૨-૧૯૨૯) : નાટ્યલેખક, હાસ્યલેખક.''' જન્મ અમદાવાદમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૫૬માં ખાલસા કૉલેજ, મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૮-૫૯ માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી. ૧૯૫૯-૬૦માં ‘પ્રજાતંત્ર’ દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦ થી…
About તારક મહેતા
સવિશેષ પરિચય:
મહેતા તારક જનુભાઈ (૨૬-૧૨-૧૯૨૯) : નાટ્યલેખક, હાસ્યલેખક.''' જન્મ અમદાવાદમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૫૬માં ખાલસા કૉલેજ, મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૮-૫૯ માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી. ૧૯૫૯-૬૦માં ‘પ્રજાતંત્ર’ દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી.
એમણે ત્રિઅંકી નાટક ‘નવું આકાશ નવી ધરતી’ (૧૯૬૪), પ્રહસન ‘કોથળામાંથી બિલાડું’ (૧૯૬૫), ત્રિઅંકી નાટક ‘દુનિયાને ઊંધા ચશ્મા’ (૧૯૬૫) ઉપરાંત ‘તારક મહેતાના આઠ એકાંકીઓ’ (૧૯૭૮) અને ‘તારક મહેતાનાં છ એકાંકીઓ’ (૧૯૮૩) આપ્યાં છે.
‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ (૧૯૮૧),‘શ્રેષ્ઠ હાસ્યરચનાઓ’ (૧૯૮૨), ‘તારક મહેતાનો ટપુડો’ (૧૯૮૨), ‘તારક મહેતાના ટપુડાનો તરખાટ’ (૧૯૮૪), ‘દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી’- ભા.૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. ‘તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે’ (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે.
એમણે ‘મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ’ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
તારક મહેતા: Quick Answers
Who is તારક મહેતા?
સવિશેષ પરિચય: મહેતા તારક જનુભાઈ (૨૬-૧૨-૧૯૨૯) : નાટ્યલેખક, હાસ્યલેખક. ''' જન્મ અમદાવાદમાં.
Poems & Stories by તારક મહેતા
No poems or stories yet from this poet.
Videos on તારક મહેતા
Loading videos…
Books by તારક મહેતા
Loading books…








