About સુરેશ દલાલ
સવિશેષ પરિચય: દલાલ સુરેશ પુરુષોત્તમદાસ ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’, (૧૧-૧૦-૧૯૩૨) : કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯ માં મેટ્રિક, ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬…
About સુરેશ દલાલ
સવિશેષ પરિચય:
દલાલ સુરેશ પુરુષોત્તમદાસ ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’, (૧૧-૧૦-૧૯૩૨) : કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯ માં મેટ્રિક, ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑવ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
‘એકાન્ત’ (૧૯૬૬), ‘તારીખનું ઘ’ (૧૯૭), ‘અસ્તિત્વ’ (૧૯૭૩), ‘નામ લખી દઉં’ (૧૯૭૫), ‘હસ્તાક્ષર’ (૧૯૭૭), ‘સિમ્ફની’ (૧૯૭૭), ‘રોમાંચ’ (૧૯૭૮), ‘સાતત્ય’ (૧૯૭૮), ‘પિરામિડ’ (૧૯૭૯), ‘રિયાઝ’ (૧૯૭૯), ‘વિસંગતિ’ (૧૯૮૦), ‘સ્કાઈસ્ક્રેપર’ (૧૯૮૦), ‘ઘરઝુરાપો’ (૧૯૮૦), ‘એક અનામી નદી’ (૧૯૮૨), ‘ઘટના’ (૧૯૮૪), ‘રાધા શોધે મોરપિચ્છ’ (૧૯૮૪), ‘કોઈ રસ્તાની ધારે ધારે’ (૧૯૮૫) અને ‘પવનના અશ્વ’ (૧૯૮૭) એમના કાવ્યસંગ્રહો છે. એમાંનાં કેટલાંક નોંધપાત્ર ગીતો એ એમનું મહત્વનું પ્રદાન છે. આ સંગ્રહોની રચનાઓને ‘કાવ્યસૃષ્ટિ’ (૧૯૮૬) નામક સંકલનગ્રંથમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. ‘ઈટ્ટાકિટ્ટા’ (૧૯૬૧), ‘ધીંગામસ્તી’ (૧૯૬૩), ‘અલકચલાણું’ (૧૯૬૪), ‘ટિગાટોળી’ (૧૯૯૭), ‘છાકમ છલ્લો’ (૧૯૭૭), ‘બિન્દાસ’ (૧૯૮૦) વગેરે એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘પિનકુશન’ (૯૭૮) એમનો વાર્તાસંગ્રહ છે. એમણે કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે. એમના નિબંધસંગ્રહોમાં ‘મારી બારીએથી’-ભા.-૨ (૧૯૭૫), ‘સમી સાંજના શમિયાણામાં’ (૧૯૮૧), ‘ભૂરા આકાશની આશા’ (૧૯૮૨), ‘મોજાને ચીંધવા સહેલાં નથી’ (૧૯૮૪), ‘અમને તડકો આપો’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે.
વિવેચનમાં આ લેખક મુખ્યત્વે મુગ્ધ આસ્વાદક રહ્યા છે. ‘અપેક્ષા’ (૧૯૫૮), ‘પ્રક્રિયા’ (૧૯૮૧), ‘સમાગમ’ (૧૯૮૨), ‘ઈમ્પ્રેશન્સ’ (૧૯૮૪), ‘કવિપરિચય’ (૧૯૮૬) અને ‘કવિતાની બારીએથી’ (૧૯૮૭) એમના વિવેચનગ્રંથો છે.
સંપાદક તરીકેની એમની કામગીરી વિશિષ્ટ છે. કાન્ત વિષયક ‘ઉપહાર’ (૧૯૫૭), ઉમાશંકર વિષયક ‘કવિનો શબ્દ’(૧૯૫૮) સુન્દરમ્ વિષયક ‘તપોવન’ (૧૯૫૯), વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક ‘સહવાસ’ (૧૯૭૫), જયંત પાઠક વિષયક ‘વગડાનો શ્વાસ’ (૧૯૭૮), મકરંદ દવે વિષયક ‘અમલપિયાલી’ (૧૯૮૦) વગેરે એમના સંપાદનગ્રંથો છે.
એમના અનુવાદોમાં નેથેનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ‘ચાંદનીની લૂં’ (૧૯૬૭) ઉપરાંત ‘મરાઠી કવિતા’ (૧૯૭૭) અને ‘ત્રિરાત’ (૧૯૮૫) ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત મુલાકાત-આધારિત તેમ જ બાળકિશોરસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
-સતીશ વ્યાસ
એકાન્ત (૧૯૬૬, ૧૯૭૮) : ૧૨૦ જેટલાં કાવ્યો ધરાવતો સુરેશ દલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં મધ્યકાલીન ગોપજીવનના ભાવો, પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને સમકાલીન આધુનિક ચેતનાને વ્યક્ત કરતા વિષયોને ગૂંથવાનો કવિએ પ્રયાસ કર્યો છે. સૉનેટો, અન્ય છાંદસ રચનાઓ, અછાંદસ કાવ્યો અને ગીતો-એમ વિવિધ પ્રકારોમાં એમની સર્જકતા આવિષ્કૃત થઈ છે. ગીતો એમને વિશેષ રુચે છે. પ્રસ્તુત સંગ્રહમાંનું ગીતોનું પ્રમાણ એની સાક્ષી પૂરે છે. ઘણાં ગીતોમાં શબ્દ કરતાં સૂરનું પ્રભુત્વ વધારે રહેલું લાગે છે. આમ છતાં ‘અવલાના દવલા સંગાથ’, ‘ઠપકો’, ‘વ્હેતું ના મેલો’, ‘તો જાણું’, ‘થોભ્યાનો થાક’, ‘ઈજન’ જેવાં ગીતો કાવ્યાત્મક છે. રાધાકૃષ્ણવિષયક કેટલાંક ગીતો પણ આસ્વાદ્ય છે. ‘નિકટ-દૂર’, ‘અષાઢે’ અને ‘એ જ શમણે’ પ્રમાણમાં સારાં સૉનેટ છે. ‘અષાઢે’માં વિરહી યક્ષની તુલનાએ આધુનિક નાગરી નાયકની વિરહવેદના કેવી દારુણ છે એ એમણે સરસ રીતે ઉપસાવ્યું છે. ‘એ જ શમણે’માં સવાર, બપોર, સાંજના રેઢિયાળ નિત્યક્રમ પછી શહેરી નાયકને ભાવતી રાતનો મહિમા સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. ‘ફલેટમાં’ નામનું પરંપરિત હરિગીતમાં રચાયેલું એક લાંબું કાવ્ય થોડી મુખરતા હોવા છતાં કવિકર્મની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. એમાંનો આધુનિક સભ્યતા પરનો કટાક્ષ આસ્વાદ બન્યો છે. બોલચાલની સહજ ભાષાના લહેકાઓ દ્વારા અહીં કવિત્વ નિષ્પન્ન થયું છે. ‘જોજો-જરા સંભાળજો’ પણ આવી જ શૈલીમાં લગભગ આવા જ વિષય પર સર્જાયેલું કાવ્ય છે. ‘એકાન્ત’ માં પરંપરાનું અનુસરણ વધારે અને મૌલિક ઉન્મેષો ઓછા જોવા મળે છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
સુરેશ દલાલ: Quick Answers
Who is સુરેશ દલાલ?
સવિશેષ પરિચય: દલાલ સુરેશ પુરુષોત્તમદાસ ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’, (૧૧-૧૦-૧૯૩૨) : કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં.
When was સુરેશ દલાલ born?
સુરેશ દલાલ was born on 11 October 1932.
When did સુરેશ દલાલ die?
સુરેશ દલાલ passed away on 10 August 2012.
Poems & Stories by સુરેશ દલાલ
No poems or stories yet from this poet.
Videos on સુરેશ દલાલ
Loading videos…
Books by સુરેશ દલાલ
Loading books…








