About મોહનલાલ દવે
સવિશેષ પરિચય: દવે મોહનલાલ પાર્વતીશંકર (૨૦-૪-૧૮૮૩, ૨-૨-૧૯૭૪) : વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૦૫માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કૉલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા કૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક. સુરતમાં અવસાન. એમણે આપેલાં પુસ્તકોમાં રસપ્રદ ને હળવી શૈલીમાં લખાયેલા નિબંધસંગ્રહ…
About મોહનલાલ દવે
સવિશેષ પરિચય:
દવે મોહનલાલ પાર્વતીશંકર
(૨૦-૪-૧૮૮૩, ૨-૨-૧૯૭૪) : વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૦૫માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કૉલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા કૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક. સુરતમાં અવસાન.એમણે આપેલાં પુસ્તકોમાં રસપ્રદ ને હળવી શૈલીમાં લખાયેલા નિબંધસંગ્રહો ‘તરંગ’ (૧૯૪૨) અને ‘સંસ્કાર’ (૧૯૪૪); વિવેચનસંગ્રહો ‘સાહિત્યકળા’ (૧૯૩૮), ‘કાવ્યકળા’ (૧૯૩૮), ‘વિવેચન’ (૧૯૪૧) અને ‘રસપાન’ (૧૯૪૨); મહંમદ પયગંબર, માર્ટિન લ્યૂથર, અશોક અને મહર્ષિ દયાનંદનાં જીવનચરિત્રો આપતું ‘વીરપૂજા’ (૧૯૪૧) તેમ જ ‘લેન્ડોરની જીવનકથા’ (૧૯૫૭) મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘ગદ્યકુસુમો’ (વ્યોમેશચંદ્ર પાઠકજી સાથે, ૧૯૩૧) નું સંપાદન કર્યું છે.
‘લેન્ડોરના કાલ્પનિક સંવાદો’–ભા. ૧, ૨ (૧૯૧૧, ૧૯૧૨), પ્રો. મેકડૉનલકૃત ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૨૪), ‘મહાભારતની સમાલોચના’ (૧૯૧૪) વગેરે એમના અનુવાદો છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
મોહનલાલ દવે: Quick Answers
Who is મોહનલાલ દવે?
સવિશેષ પરિચય: દવે મોહનલાલ પાર્વતીશંકર (૨૦-૪-૧૮૮૩, ૨-૨-૧૯૭૪) : વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં.
Poems & Stories by મોહનલાલ દવે
No poems or stories yet from this poet.
Videos on મોહનલાલ દવે
Loading videos…
Books by મોહનલાલ દવે
Loading books…








