About મનહર મોદી
સવિશેષ પરિચય: મોદી મનહર શાંતિલાલ (૧૫-૪-૧૯૩૭) : કવિ. જન્મ અમદાવાદમાં. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૪માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૬૬માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૬ થી ૧૯૫૮ સુધી ટેક્ષ્ટાઈલ ડિઝાઈન સેલ્સમૅન. ૧૯૫૮ થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટકલાર્ક. ૧૯૬૬માં ભવન્સ કૉલેજમાં અને પછ…
About મનહર મોદી
સવિશેષ પરિચય:
મોદી મનહર શાંતિલાલ
(૧૫-૪-૧૯૩૭) : કવિ. જન્મ અમદાવાદમાં. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૪માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૬૬માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૬ થી ૧૯૫૮ સુધી ટેક્ષ્ટાઈલ ડિઝાઈન સેલ્સમૅન. ૧૯૫૮ થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટકલાર્ક. ૧૯૬૬માં ભવન્સ કૉલેજમાં અને પછી ડાકોરમાં વ્યાખ્યાતા. અત્યારે ભક્ત વલ્લભ ધોળા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક. ‘નિરીક્ષક’ અને ‘ઉદગાર’ના તંત્રી.‘રે મઠ’ની સાહિત્યપ્રવૃત્તિ અને બળવાખોરીમાં તેઓ આરંભથી જ સક્રિય રહેલા. સાહિત્યની સમજણથી એમણે આંદોલનો કર્યાં ને ગુજરાતી કવિતામાં વળાંક આવ્યો. ‘આકૃતિ’ (૧૯૬૩) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે. એમનો બીજો ‘ઓમ તત્ સત્’ (૧૯૬૭) નામક કાવ્યગ્રંથ અત્યંત પ્રયોગશીલ છે. એમની ‘ડાકોર ઉમરેઠ’, ‘તરડાયેલા પડછાયા’, ‘જૂ’ જેવી કૃતિઓ એક કાળે ચર્ચાનો વિષય હતી. છંદ-લયમાંથી બહાર આવીને જીવનની વિચ્છિન્નતાને છિન્નલયમાં અભિવ્યક્ત કરતી એમની કવિતા અર્થથી મુક્ત થઈને ‘નર્થ’ સુધી જાય છે. એમની ગઝલને પણ આ વાત લાગુ પડે છે. એમની લગભગ બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’ (૧૯૮૬) પ્રગટ થયો છે. એમની રચનારીતિથી ગુજરાતી ગઝલને નૂતન પરિવેશ મળ્યો છે. અત્યંત પ્રયોગશીલતામાં સરી પડેલી એમની ગઝલ પછીથી પરંપરા અને પ્રયોગનો સુભગ સમન્વય સાધે છે. ‘હસુમતી અને બીજા’ (૧૯૮૭)માં એમની લાક્ષણિક રચનાઓ સંગૃહીત છે. એમણે ‘રે’ કવિમિત્રો સાથે ‘ગઝલ ઉસને છેડી’ (૧૯૭૪) તેમ જ ચિનુ મોદી અને આદિલ મન્સૂરી સાથે ‘ગાઈ તે ગઝલ’ (૧૯૮૦) જેવં સંપાદનો આપ્યાં છે. ‘સુરેશ જોશી : મૂલ્યાંકન’, ‘ગદ્યનું કલાસ્વરૂપ’, ‘અધીત’- ૧૦-૧૧-૧૨, ‘વિવેચનના વિવિધ અભિગમો’ અને ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ’ (૧૯૮૮) એમનાં સહસંપાદનો છે.
-મણિલાલ પટેલ
૧૧ દરિયા (૧૯૮૫) : મનહર મોદીનો ગઝલસંગ્રહ. ગઝલોને અહીં કાલાનુક્રમે નહિ પણ કાલવ્યુત્ક્રમમાં ગોઠવવામાં આવી છે : ૧૯૮૩-૮૫ ની તદ્દન નવી ૩૨ ગઝલો, પછી ૧૯૮૨-૬૮ની ૨૧ ગઝલો, પછી ૧૯૬૭-૬૪ ની ૩૩ ગઝલો અને છેલ્લે ૧૯૬૩-૫૬ ની ૧૧ ગઝલો. આને કારણે કવિની પરિપકવતાનાં સમર્થનો રૂપે એની ભૂતકાલીન ગઝલના સ્તરો ગોઠવાયેલા લાગે છે. પૂર્વે નરી આત્યંતિકતાને વરેલો આ કવિ અહીં પરંપરા સાથે સમન્વય રચી શક્યો છે. ‘૧૧ દરિયા’ રચના એવા સમન્વયમાંથી ઊપસેલી આ સંગ્રહની સશકત ગઝલ છે. એકંદરે ભાષાની તાજગી ધ્યાનપાત્ર છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
મનહર મોદી: Quick Answers
Who is મનહર મોદી?
સવિશેષ પરિચય: મોદી મનહર શાંતિલાલ (૧૫-૪-૧૯૩૭) : કવિ. જન્મ અમદાવાદમાં.
Poems & Stories by મનહર મોદી
No poems or stories yet from this poet.
Videos on મનહર મોદી
Loading videos…
Books by મનહર મોદી
Loading books…








