About મહીપતરામ નીલકંઠ
સવિશેષ પરિચય: નીલકંઠ મહીપતરામ રૂપરામ (૩-૧૨-૧૮૨૯, ૩-૯-૧૮૯૧) : કેળવણીકાર, સુધારક, નવલકથાકાર, ચરિત્રકાર. સુરતની ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યાંની સરકારી અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. એ પછી ૧૮૫૨માં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબઈના હાઈસ્કૂલ વિભાગમાં દાખલ થયા અને ૧૮…
About મહીપતરામ નીલકંઠ
સવિશેષ પરિચય:
નીલકંઠ મહીપતરામ રૂપરામ
(૩-૧૨-૧૮૨૯, ૩-૯-૧૮૯૧) : કેળવણીકાર, સુધારક, નવલકથાકાર, ચરિત્રકાર. સુરતની ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યાંની સરકારી અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. એ પછી ૧૮૫૨માં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબઈના હાઈસ્કૂલ વિભાગમાં દાખલ થયા અને ૧૮૫૪માં ત્યાં શિક્ષક નિમાયા. ૧૮૫૭માં અમદાવાદની માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક ને પછી નિરીક્ષક. ૧૮૫૯માં ‘હોપ વાચનમાળા’ સમિતિના સભ્ય તરીકે પસંદગી પામેલા એમને ટ્રેનિંગ કૉલેજોના અનુભવ લેવા સરકારે ૧૮૬૦માં ઈંગ્લેન્ડ મોકલ્યા. પરત આવીને ૧૮૬૧થી નિવૃત્તિપર્યંત અમદાવાદની પ્રે.ર. ટ્રેનિંગ કૉલેજના આચાર્ય રહ્યા. ૧૮૫૦માં ‘પરહેજગાર’ નામના પત્રનું સંપાદન કરી ચૂકેલ એમણે ૧૮૬૨ થી કેટલાંક વર્ષો સુધી ‘ગુજરાત શાળાપત્ર’ના સંપાદક તરીકે રહી મહત્વની કામગીરી બજાવેલી. ૧૮૮૫માં એમને સી.આઈ.ઈ.નો સરકારી ઈલકાબ મળેલો. ‘પ્રાર્થનાસમાજ’ અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ જેવી અનેક સંસ્થાઓમાં મંત્રી ને પ્રમુખ તરીકે તેમ જ સક્રિય કાર્યકર તરીકે તથા અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનર અને ચૅરમૅન તરીકે પણ એમણે સેવાઓ આપેલી. અમદાવાદમાં અવસાન.ગુજરાતી સાહિત્યનો પ્રથમ પ્રવાસગ્રંથ ગણાયેલી એમની કૃતિ ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ (૧૮૬૨)માં ઇંગ્લૅંડનાં પ્રસિદ્ધ સ્થળોના પરિચય ઉપરાંત ત્યાંની તત્કાલીન રાજ્કીય-સામાજિક-શૈક્ષણિક સ્થિતિનું મુગ્ધ પ્રશંસામૂલક આલેખન થયેલું છે. ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી’ (૧૮૭૭) એમનું, સમાનધર્મા મિત્ર કરસનદાસના જાહેરજીવનને મૂલવતું, નર્મ-મર્મની ચમકવાળું, સરળ અને રસભરી શૈલી ધરાવતું ગુજરાતી સાહિત્યનું નોંધપાત્ર ચરિત્ર છે. ‘મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર’ (૧૮૭૯) ની પ્રધાન સામગ્રી દુર્ગારામની રોજનીશી હોવા છતાં મહેતાજીનું ચરિત્ર ઊભુ થાય એવી મૂલ્યાંકનરીતિ એમણે પ્રયોજી છે. ‘પાર્વતીકુંવર આખ્યાન’ (બી.આ. ૧૮૮૧) પત્નીનું ગુણદર્શી ચરિત્ર આલેખતી ગદ્યકૃતિ છે. ‘અકબરચરિત્ર’ (બી.આ.૧૮૮૭) એમનું ઇતિહાસવિષયક ચરિત્ર છે.
ગુજરાતી સાહિત્યની પ્રારંભકાળની, પ્રાથમિક સ્વરૂપની, પણ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વની એમની ત્રણ નવલકથાઓમાંથી ‘સાસુવહુની લડાઈ’(૧૮૬૬)માં હિંદુ કુટુંબજીવનનાં પાત્રો, એમના સ્વભાવ અને પ્રસંગોનું હાસ્યની છાંટવાળું નિરૂપણ છે. તત્કાલીન લગ્નગીતોનો અને દંતકથાઓનો વિનિયોગ સાધતી એમની ઐતિહાસિક નવલકથાઓ ‘સધરા જેસંગ’ (૧૮૮૦) અને ‘વનરાજ ચાવડો’ (૧૮૮૧) કેવળ પ્રસંગ-વર્ણનો આપતી કથાઓ જેવી છે. લાંબી પ્રસ્તાવનામાં લોકકલાના એક સ્વરૂપ લેખે ભવાઈની પુનઃસ્થાપનાની ઈચ્છા વ્યક્ત કરતા એમણે સંપાદિત કરેલો ભવાઈના ઓગણીસવેશોનો, સર્વપ્રથમ સંકલનરૂપ ‘ભવાઈસંગ્રહ’ એમની અગત્યની સાહિત્યસેવા છે. કોલંબસ, ગેલેલીઓ, ન્યૂટન વગેરેનાં જીવનવૃત્તાંતો નિરૂપતું ‘ચરિત્રનિરૂપણ’ (૧૮૫૬) તથા નાનાભાઈ હરિદાસ સાથે મળીને એમણે કરેલું ચૅમ્બરના પુસ્તકનું ભાષાંતર બોધક છે. ‘ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ’ (૧૮૮૩) અને ‘વ્યુત્પત્તિપ્રકાશ’ (૧૮૮૯) એમના શાળોપયોગી ગ્રંથો છે. આ ઉપરાંત શિક્ષણ, ભૂગોળ, ખગોળ, ભૂસ્તરવિદ્યા, વિજ્ઞાન, વૈદક આદિ વિષયો ઉપરનાં એમનાં પુસ્તકો પૈકી મોટા ભાગના ભાષાંતરિત ને વિદ્યાર્થી-ઉપયોગી છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
મહીપતરામ નીલકંઠ: Quick Answers
Who is મહીપતરામ નીલકંઠ?
સવિશેષ પરિચય: નીલકંઠ મહીપતરામ રૂપરામ (૩-૧૨-૧૮૨૯, ૩-૯-૧૮૯૧) : કેળવણીકાર, સુધારક, નવલકથાકાર, ચરિત્રકાર. સુરતની ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યાંની સરકારી અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા.
Poems & Stories by મહીપતરામ નીલકંઠ
No poems or stories yet from this poet.
Videos on મહીપતરામ નીલકંઠ
Loading videos…
Books by મહીપતરામ નીલકંઠ
Loading books…








