અરે's image
0315

અરે

ShareBookmarks

અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વહેંચણી મહીં.
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્યૈઃશ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;
લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમસમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત, તમને છેતરી, પીધું
અને-' ' ભૂલે! ભૂલે! અમૃત ઉદધિનું વસત શી?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની! '
'રહો, જાણ્યા એ તો, જગ મહીં બધે છેતરાઈને ૧૦
શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો?'
'બન્યું એ તો એવું, કની સખી! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,
મને મારાં કંઠે મન થયું બસ એ રંગ ધરવા,-
મૂકી જો, આ બાહુ ઘનમહીં ન વિદ્યુત સમ દીસે?' ૧૭

તહીં વિશ્વે આખે પ્રણયઘન નિઃસીમ ઊલટ્યો;
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું! ૧૯

Read More! Learn More!

Sootradhar