તમને's image
0151

તમને

ShareBookmarks
તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં, થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં ! ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા, ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં ! મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર, ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં ! પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો, જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં ! ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા, વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં !
Read More! Learn More!

Sootradhar