શબ્દ હે's image
0121

શબ્દ હે

ShareBookmarks

(૬) શબ્દ હે !
શબ્દ હે ! વિલુપ્ત મૌની તું શેષ ધૂળ,
રે રહસ્યનું ખીલેલ અર્ધ-ફૂલ,
ઓસબિન્દુમાં ડૂબેલ સૂર્ય શાંત,
ને કદી સુરા પીધેલ ચંદ્ર ભ્રાંત;
સુહાવતી તને મયૂર-પિચ્છની છટા,
છતાંય સાથમાં ભર્યા શું વ્યાઘ્ર-ચર્મના ચટાપટા;
ભરેલ જિંદગી જલે અનંત કૂપ તું,
છતાંય નિત્યનું જ શૂન્યનું સ્વરૂપ તું!

Read More! Learn More!

Sootradhar