મને તો ધરતીની પ્રીત's image
0289

મને તો ધરતીની પ્રીત

ShareBookmarks

મને તો ધરતીની પ્રીત રે!
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં
હો ગીત રે!
ક્યારેક કોમલ ફૂલશયને
નીંદરની સોડ તાણું,
ક્યારેક પાંપણભીનાં નયને
કંટકનું શૂળ માણું;
મનખાની માયા મને,
આવો આંસુ ને આવો સ્મિત રે!

ન્હાવું નથી સૂરગંગાને નીરે,
નથી રે સુધા પીવી;
ઝૂરી ઝૂરી જગજમુના તીરે
મૃત્યુમાં જાવું છે જીવી,
વૈકુંઠ મેલીને વ્રજમાં મોહ્યો તે
નથી ભૂલ્યો હું ભીંત રે!
મને તો ધરતીની પ્રીત રે!

 

Read More! Learn More!

Sootradhar