આંધળો's image
0 Bookmarks 171 Reads0 Likes


આંધળો :
કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બ્હાર
તે મારા જનમને કેટલી છે વાર ?
કે શું ઝાળ પણ ઝંપી ગઈ છે ચેહમાં
તે હું હવે વસતો નથી મુજ દેહમાં ?
તે કંઈક એની આંખથી આ આંખમાં
છે ભૂલથી જોવાઈ ગયું ?
જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું.
મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં
તે આવવાની લ્હાયમાં ને લ્હાયમાં
હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!
ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!
હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ
રે તો ય શા ખપનું ?
ઊંચે માથું ઉઠાવી આભ સામે
પણ હવે ધરવું નથી,
આ એકમાંથી એ બીજા અંધારમાં સરવું નથી.
ને કોણ ક્હે છે ચન્દ્રસૂરજતારલા એ સૌ જલે ?
એ તો પલક અંધારનું હૈયું હલે!
મેં જોઈ લીધો છે જગતનો સાર
કે અહીં તેજની ભીતર વસ્યો અંધાર.
હું તો નીંદમાં ચાલી રહ્યો, ફિલસૂફ છું,
એવું કશું ક્હેશો નહીં;
તો આંધળો છું એમ કહીને
આંધળા ર્હેશો નહીં!

No posts

Comments

No posts

No posts

No posts

No posts