દૂરદૂરેથી આવતું સૂણું<'s image
0567

દૂરદૂરેથી આવતું સૂણું<

ShareBookmarks

દૂરદૂરેથી આવતું સૂણું
કોઈનું ધીમું ગીત,
લહરીએ ત્યાં ઊઠતું ઝૂલી
ફૂલ શું મારું ચિત્ત.
દૂરદૂરેથી આવતી સૂંઘું
કોઈ અજાણી મ્હેક,
મનના મારા મોરલા નાચે
ગીતની નાખે ગ્હેક.
દૂરદૂરેથી આવતાં દેખું
ઝાંખાં ઝાંખાં લોક,
બારણાં ખોલી સાદ પાડું હું
આવો ઉરને ચોક.

હાય રે, આવી દૂરની પ્રીતિ
લખી કેમ લલાટ ?
મુખ છુપાવી જાય જે નાસી
ઝૂરવું તેને માટ!

Read More! Learn More!

Sootradhar