ઘેટું છે's image
0291

ઘેટું છે

ShareBookmarks

ઘેટું છે. ઊઠતાં વાર લાગે.
પણ તને ઉઠાડ્યે છૂટકો.
તારી ઊન ઉતારવાની છે,
જેમ બધાંની ઉતારવાની છે તેમ.
સિઝન છે ઊન ઉતારવાની.
હા
આગળ ચાલે છે બધાં તેની પાછળ પાછળ ચાલ.
શિયાળે શીતલ વા વાય
ઠરી જાય ગાત્રો ડિમોક્રસીના
તે પહેલાં
તારી ઢંકાયેલી ખાલને નગ્ન કરવામાં સરિયામ સત્યમાં
તારો ફાળો
ઊનનો.
તારો મતાધિકાર ખાલ ઉતારનારાની પસંદગીનો
એમાં તારી પાસે જ નથી તે ગુમાવવામાં ભય નથી
તારાં ફાંફાં
એક ઘેટું બની રહેવાનાં અકબંધ રહેશે.

 

Read More! Learn More!

Sootradhar