થિબ્ઝ જીત્યું's image
1 min read

થિબ્ઝ જીત્યું

Krishnalal ShridharaniKrishnalal Shridharani
0 Bookmarks 107 Reads0 Likes

થિબ્ઝ જીત્યું, થિબ્ઝ લૂંટ્યું : ક્રૂર એ સિકંદરે :
શહેર બ્હાર મ્હેફિલો ઉડાવી એ ભયંકરે.
મસ્ત એ પડ્યો પડ્યો જુવે છ હસ્તિરાજ શો !
તરંગ આવતાં કર્યો અવાજ સિંહનાદ શો.

“સેવકો ! લગાડો આગ ! દુશ્મનો થાય ખાખ:
ભસ્મસાત આજ થિબ્ઝને કરો ! રહે ન રાખ.”
વાક્ય સાંભળ્યું ન ત્યાં હજાર સૈનિકો કૂદે,
પશુ બની મશાલધારી ધાય : શ્હેરીઓ ધ્રૂજે.

“રહો, ઊભા રહો ! કહું હું, વાત એક સાંભળો :
બાળજો બધુંય આગ ના લગાડશો ગૃહે
કવિ તણા. ” વદી જરાક શ્વાસ લૈ સિકંદરે
શરૂ કર્યું : કુલોચનેથી આંસુ એક તો સર્યું.

“ પશુ બન્યો હું, બાળવી પ્રજા બધી શરૂ કરી;
પ્રાણ એ પ્રજા તણો ન બાળવોય છે નકી !”

No posts

Comments

No posts

No posts

No posts

No posts