અહીં's image
0 Bookmarks 220 Reads0 Likes

અહીં
તૂટેલાં સપનાંઓની વેદનાને કોઈ જગ્યા નથી.
આંખોને તો આદત છે.
આડેધડ સપનાંઓ પેદાં કર્યાં કરવાની
સવારનું ભૂખ્યું બચ્ચું - રાત્રે પણ ભૂખ્યું જ સૂઈ જાય
એવી કોઈ ઘટનાઓ
કે જમીનના વધતા ભાવ વાંચી
પોતાની દસ બાય દસની ઓરડીમાં
હિજરાયા કરતા આધેડની વ્યથા
સમાચાર બનતા નથી.
અહીં બધાનાં કૉલમ-સેન્ટિમિટર ફિક્સ્ડ છે.
બળાત્કાર - આપઘાત - મર્ડર બધાનાં જ...!
રાત્રે મશીનમાંથી બહાર નીકળેલા
છાપાના છેલ્લા પાને.
સવારે થયેલા બળાત્કારનું
મેં લખેલું ઍકસ્ક્યૂઝિવ બૉકસ જોઈને
હવે રાતની ઊંઘ સુધરી જાય છે !
પોતાના સ્વજનના અપમૃત્યુ પર
પોક મૂકીને રડતા કોઈને જોઈને
હવે શરીરમાંથી લખલખું પસાર થતું નથી,
કારણ કે
આંસુઓ હવે છેલ્લા પાનાની
ફુલ પેજ જાહેરાતના
ભાવ જેવાં થઈ ગયાં છે !

No posts

Comments

No posts

No posts

No posts

No posts