જગતમાં's image
5K

જગતમાં

ShareBookmarks

જગતમાં એક જ એવો જન્મ્યો

જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં

રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યાં
ન કરી કદીએ ઉઘરાણી તેમ સામા ચોપડા ન રાખ્યાં
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં

માગણા કેરા વેણ હરખથી કોઈને મોઢે ન ભાખ્યાં
રામકૃપાના સુખ સંસારી સ્વાદભર્યાં નવ ચાખ્યાં
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં

હરિએ કંઠમાં હાર પહેરાવ્યો મોતી મોઢામાં નાખ્યાં
મોતીડાં કરડી માળાઉં ફેંકી તાગડાં તોડી નાખ્યાં
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં

રામનાં સઘળાં કામ કર્યાં ને બેહણાં બારણે રાખ્યાં
રાજસત્તામાં ભડકાં ભાળ્યાં ધૂડ્યમાં ધામા નાખ્યાં
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં

અંજની માતાની કુખ ઉજાળી નિત રખોપાં રાખ્યાં
ચોકી રામની કદી ન છોડી ઝાંપે ઉતારા રાખ્યાં
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં

કાગ કહે બદલો ન માગ્યો પોરહ કદીએ ન ભાખ્યાં
જેણે બદલો લીધો એનાં મોઢાં પડી ગીયાં ઝાંખા
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં

Read More! Learn More!

Sootradhar