ચાહશે કોઈ એ આશાએ જીવ્યે જાઉં છું!

છે કશે કોઈ એ આશાએ જીવ્યે જાઉં છું!


લાખ યત્નો છતાં કોઠે ન પડી એકલતા,

આવશે કોઈ એ આશાએ જીવ્યે જાઉં છું!


જાઉં તો પૂછે પ્રભુ, જે હતું એ આપ્યું કદી?

માંગશે કોઈ એ આશાએ જીવ્યે જાઉં છું!


ખૂબ કરગરવા છતાં જ્યાં ન ઉદાસી પહોંચી,

ત્યાં જશે કોઈ એ આશાએ જીવ્યે જાઉં છું!


સાંભળ્યું છે કે પ્રણયમાં તો સતત મોત મળે,

મારશે કોઈ એ આશાએ જીવ્યે જાઉં છું!


જીવું છું જીવું છું એવું જ રટણ ચાલે સતત,

માનશે કોઈ એ આશાએ જીવ્યે જાઉં છું!


સંદીપ પૂજારા