ખબરજ ના પડી કે ક્યારે નિસ્વાર્થ ભાવે હસતા રમતા અમે આજે અમે સ્વાર્થી બની ગયા અને રહી ગયું એ બાળપણ આ હૃદય મા કૈદ થઈ ને..
ખબરજ ના પડી કે ક્યારે અમે જે હતા કાકા બાપા ના દીકરા જે રેહતા હતા સાથે એ આજે એકાએક અજાણ્યા બની ગયા કે રસ્તા માં ભટકાય તોય ના સમજાય ઓળખાણ..
ખબરજ ના પડી ક્યારે રમકડાં થી રમતા રમતા લાગણી થી રમવા લાગ્યા..
ખબરજ ના પડી કે ક્યારે નાનપણ મા એક બીજાના કપડાં, રમકડાં વેહચતાં- વેહચતાં , અમારી લાગણીઓ નો જ બટ્વારો થઈ ગયો.એજ લાગણી આજે મીઠી યાદ બની ને વસી ગઈ છે આ મન મા.
આ બધું જોઈ અને વિચારીને એક સવાલ ઊઠે છે મન મા, શું સાચ્ચે હતો આ પરિવાર એક સાથે, જે આજે કૈદ છે ફક્ત એક જૂની કેસેટ મા..
સમજ નહોતી કોઈને લડવાની કે છળકપટ કરવાની, શું આ સંપત્તિ નો લોભ લાગ્યો આ પરિવાર ને ? કેમ નથી સમજતો અા માનવી કે પરિવાર પેહલા આવે અને પછી સંપતિ.. પરિવાર નહીં રહે તો શું કરશે આ સંપત્તિ નું?


