દુનિયાદારી થી તું આમ ન ભાગ

આંખો ખોલી ને હવે તો તું જાગ


બે ચાર અવાજો ને છોડીને જોવ

તો એક સરખો છે જમાનાનો રાગ


ભીડમાં પકડ જે તું સત્યનો હાથ

જોજે લાગે નઈ તારા પર કોઈ દાગ


સત્ય માટે જો તું લખતો રહીશ તો

સ્વર્ગમાં શાબાશી આપશે કવિ કાગ


- પિનાક મોઢા