તું...કયાં મારા થી દૂર થાય છે?

પ્રેમ કર્યો છે. નઈ છોડીશ તારો હાથ,

વસે છે તું મારી દિલો ની ધડકનો મા

તો..તું કયાં હમણાં જ ધડકનો ને થોભવા કહે છે?


અરે.... ગાંડા તારા પ્રેમ મા ગાંડી છું,

તારા વગર ન જીવી શકીશ ના મરી શકીશ.

તો...તું કયાં હમણાં જ મરવા જીવવા ની વાતો કરે છે?


તારા મા મારી જાન વસે છે.

તો..તું કયાં મારા થી રિસાઈ જવાની વતો કરે છે?


હજુ તો આપણે બો આગળ જવું છે.

તો..તું કયાં હમણાં જ સાથ છોડવાની વાતો કરે છે?


સાથે મરવા જીવવા નો વાયદો કર્યો છે.

તો... તું આમ કયાં વાયદો તોડવાની વાતો કરે છે?


ડોસા થઈને આપણા દીકરા ના દીકરાઓને

આપણા પ્રેમ ની વાર્તા કરવી છે,

તારી સાથે જીવન ના હર એક પલો જીવવા છે.

તો તું કયાં હમણાં જ વાર્તા પૂરી કરવાની વાતો કરે છે?