શીર્ષક:- તમારી આંખો


(મુખડું)

તમારી આંખો કરી રહી છે વાતો...

મારો એનાથી બંધાયો છે નાતો...

હું તમને જોયા કરું.... 

હું તમને જોયા કરું....

બસ તમને જોયા કરું....

હું તમને જોયા કરું....


વિશ્વાસ તમારો એમાં છલકાતો... 

મારો એનાથી બંધાયો છે નાતો...

હું તમને જોયા કરું.... 

હું તમને જોયા કરું....

બસ તમને જોયા કરું....

હું તમને જોયા કરું....


(અંતરો-1)

જોઈ આ ચહેરો, મન મારું હરખાય છે...

યાદોમાં પણ ના એક પળ એ દૂર જાય છે...

નથી ખબર મને આ પ્રેમ કોને કહેવાય છે...

તમે રહો આસપાસ, મનમાં એવું થાય છે...

મીઠી લાગે છે તમારી મુલાકાતો...

મારો એનાથી બંધાયો છે નાતો...

હું તમને જોયા કરું.... 

હું તમને જોયા કરું....

બસ તમને જોયા કરું....

હું તમને જોયા કરું....


(અંતરો-2)

તમારા સંગમાં આ દુનિયા સુંદર લાગે છે...

આશાઓ અવનવી મનમાં મારા જાગે છે....

જ્યારે પણ જુદાઈના કૂણા કંટક વાગે છે...

દિલ મારું અધીર મળવા તમને ભાગે છે....

જીવનમાં થઈ છે નવી શરૂઆતો...

મારો એનાથી બંધાયો છે નાતો...

હું તમને જોયા કરું.... 

હું તમને જોયા કરું....

બસ તમને જોયા કરું....

હું તમને જોયા કરું....


(અંતરો-3)

પળો તમને મળવાની જ્યારે પણ આવે છે....

ખુશીઓ ભરેલા રંગો સૌ સાથે એ લાવે છે....

હૈયાની વાતને નયનો ઈશારેથી સમજાવે છે...

પલકો તમારી ઝૂકીને પ્રેમ મારો અપનાવે છે...

સપનાં શણગારી રહી છે રાતો....

મારો એનાથી બંધાયો છે નાતો...

હું તમને જોયા કરું.... 

હું તમને જોયા કરું....

બસ તમને જોયા કરું....

હું તમને જોયા કરું....


(સમાપન)

તમારી આંખો કરી રહી છે વાતો...

મારો એનાથી બંધાયો છે નાતો...

હું તમને જોયા કરું.... 

હું તમને જોયા કરું....

બસ તમને જોયા કરું....

હું તમને જોયા કરું....


વિશ્વાસ તમારો એમાં છલકાતો... 

મારો એનાથી બંધાયો છે નાતો...

હું તમને જોયા કરું.... 

હું તમને જોયા કરું....

બસ તમને જોયા કરું....

હું તમને જોયા કરું....


- નરેશ કુશવાહા