શરૂઆત 


નથી સમજાતું મને તમારી સાથે શું વાત કરું....

કહેવું છે ઘણું પણ, ક્યાંથી હું શરૂઆત કરું....


મનમાં આ મારા થનગની રહી છે લાગણીઓ...

નથી જાણતો કઈ રીતથી એની રજૂઆત કરું....


જુદા થઈ તમારાથી પછી આવે છે તમારી યાદ...

મનમાં તે થાય એવું કે રોજ એક મુલાકાત કરું....


આભેથી ચાંદા સંગાથે આવે તારલિયા આંગણે....

કરી શકું જો તમારા માટે તો એવી રૂડી રાત કરું....


પ્રેમ તણા રંગો અવનવા પાથરી આ જીવનપંથે....

તમ સંગાથે ચાલવા પછી સુંદર એની ભાત કરું....


- નરેશ કુશવાહા