ફૂલોને....
કૂણાં દિલોમાં એને વસતાં જોયાં છે....
બાગમાં ફૂલોને મેં હસતાં જોયાં છે....
પે'લી નજરના એ પ્રેમની રજૂઆતમાં....
નિર્દોષ એ બિચારાંને ફસતાં જોયાં છે....
મળે જો માનવી મલકમાં મનના મેલા....
ધીરેથી ચતુરોને દૂર ખસતાં જોયાં છે.....
મસ્ત બની મલકતા સૌ મધુકરો જોઈ....
શરમાઈને પ્રેમ એનો કસતાં જોયાં છે....
સમરાંગણે શોણિત રેડેલા વીર સપૂતોને....
ઉતાવળે મળવા એને ધસતાં જોયાં છે....
- નરેશ કુશવાહા


