નજર 


નજરથી નજર મળે તો એ શરમાય છે....

પછી જોઈ નીચે, મીઠું-મીઠું મલકાય છે....


રોજ તે મળવાના અવસરો આવે નહીં....

પણ, કાયમ સપનામાં મુલાકાત થાય છે....


હસતો ચહેરો એનો દેખાયા કરે યાદોમાં....

પછી જોઈ એને મન રે મારું હરખાય છે....


ભટકતો રહું છું એની કલ્પનાના બાગમાં...

કુસુમ એ કૂણાં કામણનાં ક્યાં કરમાય છે....


દીધું છે કુદરતે ઉદાર હાથે આ રૂપ એને....

વખાણમાં એનાં સુંદર ગઝલો લખાય છે....


- નરેશ કુશવાહા