ચાહત આ મનની જલ્દી ફળી જાય....

હું ચાલું રસ્તે ને સામે એ મળી જાય....


નાજુક છે કાયા એની અને ઉંમર પણ.....

ન કોઈ પ્રીતનો પાખંડી એને છળી જાય....


જોતો રહું એને હું એક નજરે ને પછી.....

શરમાઈ પાંપણો એની નીચે ઢળી જાય.....


રૂપ એનું જાણે વસંતનો મહેકતો ઉદ્યાન....

ઘૂમીને એમાં પાનખર પાછી વળી જાય.....


સમજાય ના મને શું બોલું હું આ હોઠથી.....

ક્યારેક તો વાત મારા મનની એ કળી જાય....


દુવાઓ સઘળી કરી જાય કામ કંઈક એવું.....

આ વેદના એના વિષમ વિરહની ટળી જાય.....


નસીબ આપે જો યારી તો એક બને મંજિલ....

રસ્તો એનોય મારા આ રસ્તામાં ભળી જાય....


- નરેશ કુશવાહા