આ એક અવસર છે સ્વ ને વિકસિત કરવાનો,

આ એક અવસર છે સ્વ ને તંદુરસ્ત રાખવાનો...


ચાલો આપણે બધા ઘર માંજ રહીને અટકાવીએ આ વિષાણુ નો ફેલાવો,

ચાલો આપણે બધા ઘર માંજ રહીને મીઠા કરીએ આપણા પ્રિયજનો સાથેના સંબંધો...


ઘર ના આંગણા ની લક્ષ્મણ રેખા નથી ઓળંગવાની આપણે,

કારણકે આ કોરોના ના દેશવ્યાપી રોગચાળા ને માત આપવાની છે આપણે...


જ્યારે વિશ્વ આ દેશવ્યાપી રોગચાળા થી ત્રાહિમામ છે, ત્યારે મારો ભારત દેશ આ દેશવ્યાપી રોગચાળા સાથે આત્મવિશ્વાસ અને સબળ હાથે જજુમે છે...


ચાલો આપણે બધા સરકારના આદેશોનું પાલન કરીએ,

ચાલો આપણે બધા, મુશ્કેલ પરિસ્થિતિઓમાં જજુમતા એ કોરોના યોદ્ધાઓનું સન્માન કરીએ...


પ્રશ્ન એજ છે કે અંતે કેટલા દિવસ ઘરમાં આપણે આમ બેસી રહીશું?!

અને જવાબ પણ એજ છે કે ઘરમાં બેસી રહીએ અને સમાજસેવા કરતા રહીએ...


અંતે તો બસ મારો એટલોજ સંદેશ છે બધા દેશવાસીઓ માટે,

કે આપણે બધા એકઠા થઈએ આપણા ભારત દેશ ના ઉજ્જવળ ભવિષ્ય માટે...


લેખક: નંદન કે. ત્રિવેદી