Kavishala
Login / Sign Up
Home
Profile
Home
Profile
1 min
723.1K
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ - દયારામ
Kavishala Archives
Jun 16, 2020
AI
Kavishala AI
Listen to this post
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં… નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો મોરમુકુટ મણી વાંકડો અંબોડો કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન તાળી લૈ લૈ લૈ… વૃંદાવનમાં… વાગે તાલ ને કરતાલ સંગ તાળી કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી મદનગાન મુખ્ય ગાયે વનમાળી બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન હ્રદય દૈ દૈ દૈ… વૃંદાવનમાં… મુકુટમાંહી રૂપ દીઠું રાધાએ મનમાં માનિની વિમાસણ થાયે હુંથી છાની બીજા છે મુકુટ માંહે બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી દયા પ્રભુ જય જય જય… વૃંદાવનમાં…
Join WhatsApp Community
Daily literature, poetry & stories
Read More
Earn More
Learn More