Kavishala
Contests
Plus
Log in / Sign up
Home
Profile
Home
Profile
2 min read
797.6K reads
વેષનિંદા અંગ - અખો ભગત
Kavishala Archives
Jun 16, 2020
Share as image
Download
સૂતર આવે તેમ તૂં રહે,જ્યમ ત્યમ કરિને હરિને લહે; નેશ ટેક ને આડી ગલી,પેઠો તે ન શકે નિકળી; અખા કૃત્યનો ચઢશે કષાય,રખે તૂં કાંઇ કરવા જાય. ખટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા; એકનું થાપ્યું બીજો હણે,અન્યથી આપને અધકો ગણે; અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો. હું ટાળી અછતો થૈ રહે,હરિપ્રભામાંહે થૈ વહે; પોતાપણેથી જે નર ટળે,અણ આયાસે હરિમાં ભળે; અખા વાત સમજી લે વિધ્યે,જાંહાં છે ત્યાં આકાશજ મધ્યે. પડે નહીં જે પૃથ્વી સુવે,કને નહીં તે કો શું ખુવે; ટાઢું ઉનું નોહે આકાશ,પાણીમાં નોહે માંખણ છાસ; બ્રહ્મજ્ઞાન એવું છે અખા,જ્યાં નૈં સ્વામી સેવક સખા. રંગ ચઢે તે જાણો મેલ,પોત રહે તે સામું સહેલ; આપે આતમ સ્વયં પ્રકાશ,કર્મ ધર્મનો કાઢી પાસ; અખા એવી સદગુરૂની કલા,સમઝે નહિ તો વાધે બલા. સમજી રહે તો સઘળો લાભ,કાયકલેશે વાધે ગાભ; હું માને તો હોય સંતાન,આતમતાનું થાએ જાન; અખા હરિ જાણી હું ટાળ,જન્મ કોટિની ઉતરે ગાળ. માની ત્યાં માયાનો ભાગ,માને માયા પામે લાગ; કેવળમાં જે બીજું ભળે,કલ્પિત ભ્રમ ટાળ્યો નવ ટળે; અખા નિજ આતમને સાધ્ય,ઔષધવોણી જાયે વ્યાધ્ય. એક નહીં તાં બીજું કશું,જાણું નૈં શું વાસો વસું; પંચ નહીં ત્યાં કેની શાખ્ય,વણ રસના અચવ્યો રસ ચાખ્ય; અખા સમજે તો સમજી જુવે,બાપના બાપને ઘેલાં રૂવે.
Join WhatsApp Community
Daily literature, poetry & stories
Read more
Earn more
Learn more
Write