વડોદરા નગરી - બાલમુકુન્દ મણિશંકર દવે's image
709K

વડોદરા નગરી - બાલમુકુન્દ મણિશંકર દવે

વડોદરા શે’ર સાથે પુરાણી છે પ્રીત મારે, સાત વર્ષ લગી મારો અહીં વસવાટ છે; આજવાનાં પાણી હજી ઊછળે છે અંગ અંગ, માંડવીની ધજાનો આ ઉરે ફરકાટ છે. પાણી દરવાજો, ગેંડી, ચાંપાનેર, લે’રીપુરા, એટલો આ શહેરનો અસલ વિસ્તાર છે; અલકાપુરી ને બીજાં એવાં એવાં ઝૂમખાંઓ પાછળથી વસેલાં તે બાવનની બા’ર છે. માંડવીથી ડાબે હાથ ચોક્સીની ઓળ, પછી ઘડિયાળી પોળ-નાકે અંબાજી હજૂર છે; નાકની દાંડીની સામે સીધેસીધા ચાલ્યા જાઓ, સયાજી ઈસ્કૂલ ત્યાંથી જરાયે ના દૂર છે. સયાજી ઈસ્કૂલ ભાઈ, સંભારું છું સકારણ, ભણ્યો છું હું એમાં, એનું ઋણ તો અપાર છે; કુંભકાર જેમ જેણે ટીપણાથી ટીપી ટીપી ઘડ્યો મારો ઘાટ, એને વંદન હજાર છે. ભૂલું શેં શુક્કરવારી? દશેરાની ભવ્ય સ્વારી? અગ્ગડ, અખાડા અને સંગીતની ગુંજને? બળતા બપોર સમી ભવરણવાટ વિશે સદાય હરિત રાખે હૈયા કેરી કુંજને. નગર પિયારા ! તારે પ્રાણ હજી સ્ફુરી રહ્યા પ્રેમાનંદી માણ તણા રમ્ય રણકાર છે, દયારામ-નગરી ડભોઈ નથી દૂર, એની ગરબીના સૂર ઉર પૂરે ઝણકાર છે. શરદની રાતે અહીં પોળ તણા ચોકઠામાં સરખી સાહેલીઓએ કંઠ જ્યારે ખોલ્યો છે, કાયાના કરંડિયામાં પોઢેલો આ પ્રાણ મારો મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલ્યો છે. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે; સભાની અદબ રાખી, વાણીને લગામ કરું, કે’તો નથી એટલું કે કેવાં એનાં નેણ છે. લલિત લાજાળુ નાર તણાં શાં કરું વખાણ? રસોઈની વાનીમાંયે એવી હોશિયાર છે, અરધ
Read More! Earn More! Learn More!