નૈં પાપી ને નૈં પુણ્યવંત, એકલમલ તે સાચા સંત; કાળચક્ર તે સ્વભાવે ફરે, સેજે ઉપજે સેજે મરે; એમ જાણીને અખા જા ભળી, પુનરપિની કચકચ ગૈ ટળી. ગ્રંથમાંઇ જેમ તેમ હો, પણ તરી નીસરે તેને શેનો ભો; તું જાને જીવતો મરી, પછી દેણું લેણું રેશે ઠરી; તાણો જીવ અખા ગયો ટળી, હવે શાંશો વાણો રેશે મળી. સદગુરુ મારગ સદા અલગ, જેમ પંખીને ગત્ય સળંગ; પગ નૈં દીસે પંથ કપાય, તેમ સદગુરુ મારગ ઉપર જાય; ઉપાય અખા નૈં લક્ષ શું કામ, કર્મધર્મ તો જ્યાં.