Kavishala
Contests
Plus
Log in / Sign up
Home
Profile
Home
Profile
1 min read
789.2K reads
શિક્ષા શાણાને… - દયારામ
Kavishala Archives
Jun 16, 2020
Share as image
Download
સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી; સકલ કામના – સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે. શિક્ષા શાણાને….. પરોપકાર, પ્રીતિ, મૃદુ વાણી; મોટા જન તે જાણોજી; નિર્દય, આપસ્વારથી, જૂઠા; તે નીચા પરમાણો. શિક્ષા શાણાને….. ખરી મેહેનતનું દ્રવ્ય જોડિયે, નીચ નજર ના કરિયે જી; પાછલથી પસ્તાવો ઉપજે, હાણ હાંસીથી ડરિયે. શિક્ષા શાણાને….. વિના વિચાર્યું કામ કરે તે પાછલથી પસ્તાય જી; બગડી બૂંદ ન હોજે સઘરે, મળે ન તક જે જાય. શિક્ષા શાણાને….. ઋણ કાઢીને ખરચ ન કરિયે, દાટી ન સહિયે દુ:ખજી; જેહેવી સંપત તેહેવું ભોજન, સદા પામિયે સુખ્ખ. શિક્ષા શાણાને…… સુખ આવ્યે છાકી ન જૈયે, દુ:ખ આવ્યે નવ ડરિયે જી; આપણાથી અઘિકાંને જોઇને ગરવ ક્લેશને હરિયે. શિક્ષા શાણાને….. લાખ ગમાવી સાખ રાખજો, સાખે મળશે લાખ જી; લાખ ખરચતાં સાખ નહિ મળે, સાખ ગયે સહુ ખાખ. શિક્ષા શાણાને……
Join WhatsApp Community
Daily literature, poetry & stories
Read more
Earn more
Learn more
Write