સમદર સભર સભર લહરાય ! બુંદ બુંદની સૂરત નિરાલી, કોઈ રોવે, કોઈ ગાય : સમદર સભર સભર લહરાય ! કોઈ રમે તેજની લકીર, કોઈ ભમે ઓલિયો ફકીર, લહર લહરની આવનજાવન ભવ ભરનીંગળ થાય : સમદર સભર સભર લહરાય ! કોઈ બુંદે પોઢિયું ગગન, કોઈ બુંદે ઓઢી અગન, કોઈ મગન મસ્ત મતવાલું મરમી મંદ મંદ મલકાય : સમદર સભર સભર લહરાય ! બુંદ બુંદની સૂરત નિરાલી, કોઈ રોવે, કોઈ ગાય : સમદર સભર સભર લહરાય !