Kavishala
Contests
Plus
Log in / Sign up
Home
Profile
Home
Profile
1 min read
788.7K reads
મુજને અડશો મા! - દયારામ
Kavishala Archives
Jun 16, 2020
Share as image
Download
"મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!, અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રાસ પાઉં; કહાન કુંવર! સાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં!"...મુજને. "તું મુજને અડતા શ્યામ થઈશ તો હું ક્યમ નઈ થાઉં ગોરો? ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો!"...મુજને. "કાળી થયાનું કામ નથી, પણ લગ્ન લોકમાં ઠરશે; લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર ક્યમ વરશે?"...મુજને. "તારે બીજા વરનું કામ શું છે? હું વર, તું વહુ ધન્ય! જેનું લાંછન તેને વરિયે તો તો માન મળે અનન્ય."...મુજને. સુણી એમ હરિવદની હસી ભેટ્યાં, પ્રતિ ઉત્તર ના દીધો; હોળીની હાંસી મિષે દયાપ્રીતમ બે એ આનંદ રસ લીધો. ...મુજને.
Join WhatsApp Community
Daily literature, poetry & stories
Read more
Earn more
Learn more
Write