Kavishala
Contests
Plus
Log in / Sign up
Home
Profile
Home
Profile
1 min read
798K reads
મોગરો - બાલમુકુન્દ મણિશંકર દવે
Kavishala Archives
Jun 16, 2020
Share as image
Download
વણવાવ્યો ને વણસીંચિયો મારા વાડામાં ઘર પછવાડ રે, મોગરો મોર્યો મોર્યો રે. આતપનાં અમરત ધાવિયો ધોળો ઊછર્યો ધરતીબાળ રે, મોગરો મોર્યો મોર્યો રે. આવે સમીરણ ડોલતા લખ કુદરત કરતી લાડ રે, મોગરો મોર્યો મોર્યો રે. આડો ને અવળો ફાલિયો મસ ફૂલડે મઘ મઘ થાય રે, મોગરો મોર્યો મોર્યો રે. એવો મોર્યો અલબેલડો એને ચૂંટતાં જીવ ચૂંટાય રે! મોગરો મોર્યો મોર્યો રે. સૃષ્ટિ ભરીને વેલ વાધતી વળી વાધે નભવિતાન રે, મોગરો મોર્યો મોર્યો રે. કળીએ કળીએ રાધા રમે એને પાંદડે પાંદડે કા’ન રે, મોગરો મોર્યો મોર્યો રે.
Join WhatsApp Community
Daily literature, poetry & stories
Read more
Earn more
Learn more
Write