હો રંગ ઊડે પિચકારીએ કેસૂડે કામણ ઘોળ્યાં : લ્યો લ્યો કેસૂડાં! હો પાસેવાળાં પડી રહ્યાં આઘાંને રંગે રોળ્યાં : લ્યો લ્યો કેસૂડાં! હો કોઈનો ભીંજે કંચવો- જી કોઈનાં સાડી-શેલાં : લ્યો લ્યો કેસૂડાં! હો કોઈ ના કોરું રહી જશે જી કોઈ મોડાં, કોઈ વહેલાં : લ્યો લ્યો કેસૂડાં! હો છાબડીએ છલકાઈ રહ્યાં જી વેચાતાં વણમૂલે : લ્યો લ્યો કેસૂડાં! આ નથી રમત જી રંગની ઉર ધબકે ફૂલેફૂલે : લ્યો લ્યો કેસૂડાં! આ રંગ ઊડે પિચકારીએ કેસૂડે કામણ ઘોળ્યાં : લ્યો લ્યો કેસૂડાં!