Kavishala
Contests
Plus
Log in / Sign up
Home
Profile
Home
Profile
1 min read
799.4K reads
કાનુડો કામણગારો રે - દયારામ
Kavishala Archives
Jun 16, 2020
Share as image
Download
કાનુડો કામણગારો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો, હે એનાં નેણાં કરે ચેનચાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! ભરવાને ગઈ’તી પાણી રે એને પ્રેમપીડા ભરી આણી રે, ઘેલી થઈ આવી શાણી રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! બેની તારે પાયે લાગું, વ્હાલા રે વિના ઘેલું રે લાગ્યું રે, હે એને દયાના પ્રીતમ માંગું રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે!
Join WhatsApp Community
Daily literature, poetry & stories
Read more
Earn more
Learn more
Write