Kavishala
Contests
Plus
Log in / Sign up
Home
Profile
Home
Profile
1 min read
795.4K reads
હરિનો હંસલો - બાલમુકુન્દ મણિશંકર દવે
Kavishala Archives
Jun 16, 2020
Share as image
Download
કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો? કલંકીઓ કોણે કીધા ઘા? કોણ રે અપરાધી માનવ જાતનો જેને સૂઝી અવળીમત આ? રુધિરે રંગાયો હરિનો હંસલો? પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક; કરુણા-આંજી રે એની આંખડી, રામની રટણા છે એને કંઠ, રુધિરે રંગાયો હરિનો હંસલો! હિમાળે સરવર શીળાં લે’રતાં ત્યાંનો રે રહેવાસી આ તો હંસ; આવી રે ચડેલો જગને ખાબડે, જાળવી જાણ્યો ના આપણ રંક! રુધિરે રંગાયો હરિનો હંસલો! સાંકડાં ખોદો રે અંતરખાબડાં, રચો રે સરવર રૂડાં સાફ; અમરોનો અતિથિ આવે હંસલો, આપણી વચાળે પૂરે વાસ. રુધિરે રંગાયો હરિનો હંસલો!
Join WhatsApp Community
Daily literature, poetry & stories
Read more
Earn more
Learn more
Write