Kavishala
Login / Sign Up
Home
Profile
Home
Profile
1 min
735.4K
દામોદર! દુઃખડા કાપો રે! - દયારામ
Kavishala Archives
Jun 16, 2020
AI
Kavishala AI
Listen to this post
દામોદર! દુઃખડા કાપો રે! પાવલે લાગું! નંદલાલ! નિકજાનંદ આપો રે! - એ વર માંગુ! વ્હાલાજી! હું છું પળ પળનો અપરાધી ભરેલો આધિવ્યાધિ રે, પાવલે લાગું! દામોદર!. વ્હાલાજી! હું તો તમારા બળથી ઘણો ગાજું, જાણો છો, કહું શું ઝાઝું રે? પાવલે લાગું! દામોદર!. વ્હાલાજી! હું જેવો તેવો તોય છું તમારો, આધાર અવર નહીં મારો રે! પાવલે લાગું! દામોદર!. વ્હાલાજી! મારું જોર નથી જો તરછોડો, શું રૂઠી કરો મંકોડો રે? પાવલે લાગું! દામોદર!. વ્હાલાજી! શ્રીમુખ પોતાનો કહો છો માટે લાદું, બીજું બળ ક્યાંથી કાઢું રે? પાવલે લાગું! દામોદર!. વ્હાલાજી! જનનું માન જગતમાં વધારો, ગમે તો ઘરમાં મારો રે! પાવલે લાગું! દામોદર!. નૃપના ગજઘોડાં મસ્તીખોરાં ને માન મોટું, માર્યે ના માને ખોટું રે! પાવલે લાગું! દામોદર!. દયાનાં પ્રીતમ! પાણી, ગ્રહ્યો છે તો નિભાવો,મારો દાસ પણાનો દાવો રે! પાવલે લાગું!દામોદર!
Join WhatsApp Community
Daily literature, poetry & stories
Read More
Earn More
Learn More