Kavishala
Contests
Plus
Log in / Sign up
Home
Profile
Home
Profile
1 min read
794K reads
ચાનક અંગ - અખો ભગત
Kavishala Archives
Jun 16, 2020
Share as image
Download
હઠ કરી નૈં ઓળખ્યા હરિ, કાચો જીવ જાશે નિસરી; જેમ નિંભાડે ભાજન કાચું રયું,ન સયું કામ માટિથું ગયું; છતી બુદ્ધિયે હરિ નૈં અભ્યસ્યો, તો ડાહ્યા થતાં ઠેકાણે થશો. મૂક મછર(મત્સર) ને પરહર માન,ચતુરાઇ સામું છે જાન(હાનિ); કરકરો થયે કાળ નવ બિયે, જોરે જમ જીત્યો છે કિયે; ગળિત થશે ઉતરશે ગાળ, અખા હરિ મળવાનો એ કાળ. ભણ્યા ગણ્યા ભલે પાકે પંચ, ન્યાય ઉકેલે જાણે સંચ; સભાપતિ થઇ બેસે મધ્ય, આતમની નવ જાણે વિધ; અખા ક્યાંય નવ કુંવારિ ગાય, ઠાલા આવ્યા ને ભૂલા જાય. નિત્ય નિમિત્ત બે માથે પડ્યાં, જેમ બાળક હીંડે કાંધે ચડ્યાં; પુણ્ય ન લાગે પાડ ન થાય, પેર પડ્યાં કેમ નાખ્યાં જાય; નિષ્કર્મ થઇ નર હરિને જાણ, તો જ અખા ટળશે તુજ તાણ.
Join WhatsApp Community
Daily literature, poetry & stories
Read more
Earn more
Learn more
Write