અસત્યો માંહેથી છંદ: શિખરિણી -  Nanalal Dalpatram Kavi's image
535K

અસત્યો માંહેથી છંદ: શિખરિણી - Nanalal Dalpatram Kavi

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા, પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા; પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના, નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું, મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું, દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો, પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે, તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે, અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે, અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો, ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો, ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે, વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. વસે
Read More! Earn More! Learn More!