અંધેરી નગરી -  Nanalal Dalpatram Kavi's image
702K

અંધેરી નગરી - Nanalal Dalpatram Kavi

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં; બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેકે. ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો; લીધી સુખડી હાટથી આપી આટો, ગુરુ પાસ જઈને કહે, "ખૂબ ખાટ્યો." ગુરુજી કહે, "રાત રહેવું ન આંહી, સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી; હશે ચોરને શાહનો ન્યાય એકે, નહી હોય શિક્ષા ગુનાની વિવેકે. ન એ વસ્તીમાં એક વાસો વસીજે, ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે." કહે શિષ્ય, "ખાવા પીવા ખૂબ આંહી, તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી." ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો, "નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો." ન માની કશી વાત તે શિષ્ય જયારે, ગુરુજી તજીને ગયા ગામ ત્યારે. રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા, બહુ ખાઈપીને થયા ખૂબ તાજા; પછીથી થયા તેહના હાલ કેવા, કહું છું હવે હું સુણો સદ્ય તેવા. તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર; તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર. માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ; શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ. "એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર; રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર." વણિક કહે,
Read More! Earn More! Learn More!