સાહેબ… - એષા દાદાવાળા (કબીરનાં ભજન પરથી)'s image
145K

સાહેબ… - એષા દાદાવાળા (કબીરનાં ભજન પરથી)

(આમાં સાહેબનો અર્થ “ઇશ્વર” થાય છે, કબીરનાં ભજનથી પ્રેરિત થઇને લખાયેલી રચના છે)


સાહેબ…!


કીડીનાં પગમાં બાંધેલું ઝાંઝર તમને સંભળાઇ જાય છે સાહેબ,

તો અમારી તૂટી રહેલી ઇચ્છાઓનો તરફડાટ કેમ નથી સંભળાતો?

વિખેરાઇ રહેલા સપનાઓની આહટને

તમારા કાન કેમ નજર-અંદાજ કરી દે છે?

અડધી રાત્રે અચાનક ઊંઘ ઉડી જાય પછી ખુલ્લી રહી ગયેલી

આંખોની થકાન તમારા સુધી કેમ નથી પહોંચતી, સાહેબ?


કેમ સાહેબ, કેમ?


સાહેબ, અમારો દિકરો જ્યારે ટુ-વ્હીલર પર ઘરની બહાર નીકળે

ત્યારે અમે પણ કરીએ કોશિષ

કીડીએ પગે પહેરેલા ઝાંઝરને સાંભળવાની…

પણ, વધી ગયેલા ધબકારાનાં ઘોંઘાટ સિવાય

અમે કશું જ સાંભળી નથી શકતા…

Read More! Earn More! Learn More!