ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ - સૌમ્ય જોશી's image
53K

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ - સૌમ્ય જોશી

આ સ્યોરી કેવા આયો સું ન ઘાબાજરિયું લાયો સું.

હજુય દુઃખતું હોય તો લગાડ કોન પર ન વાત હોંભર મારી.,

તીજા ઘોરણમો તારો પાઠ આવ છઃ ‘ભગવોન મહાવીર’.

અવ ભા ના પાડતા’તા તોય સોડીન ભણાવા મેલી મોંડમોંડ.

તે ઈણે ઈસ્કૂલથી આઈને પથારી ફેવરી કાલ.

ડાયરેક્ટ ભાને જઈન કીધું

ક આપડા બાપ-દાદા રાક્ષસ તો મહાવીરના ભગવોનનાં કોનમાં ખીલા ઘોંચ્યા.

હવ ભાની પરશનાલિટી તન ખબર નહીં,

ઓંખ લાલ થાય એટલે શીઘ્ઘો ફેંશલો.

મને કે’ ઈસ્કૂલેથી ઉઠાડી મેલ સોડીન.

આ તારા પાઠે તો પથારી ફેવરી હાચ્ચન.

હવ પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું મુંય માનું સું.

પણ ઈન ઓછી ખબર હતી તું ભગવોન થવાનો

ને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો

ઈનું તો ડોબું ખોવઈ જ્યું તો ગભરઈ જ્યો બિચારો

બાપડાના ભા મારા ભા જેવા હશે

આ મારથી ચંદી ખોવઈ જઈતી તો ભાએ ભીંત જોડે ભટકઈન બારી કરી આલી’તી ઘરમોં

તો પેલાનું તો આખું ડોબું જ્યું

Read More! Earn More! Learn More!