પ્રેમનો એ સરવાળો,
સહેજે મનમાં ઉમેરી લઉં,
મળે પાંખો જો આ સૂરજ જેવી,
તો ઉડી ને હું તારી બાજુમાં બેઠી લઉં.

મારે નહી મોહ નો રંગ,
કે કોઈ સગપણની આશ,
મારું દિલ દરિયા જેવું,
છે તારા શ્વાસમાં વાસ.

નદીની લહેર જેમ સહજ તું,
આમ મળીયે બેથી એક થવા,
એક મીઠું સપનું લઈ,
બસ હાથોમાં હાથ રાખવા.

સૂર્ય સવારે ચમકે જે રીતે,
એમ તારી આંખોમાં ચમકવું છે,
કહેવું નથી, બસ સમજવું છે,
આ મૌન પ્રેમને તો ફક્ત સહેજે વહેવું છે.

- Karan {Köhām}