ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગા
સાવ કોરું કટ નં જીવન હોવું જોઈએ,
નાનું મોટું એક વ્યસન હોવું જોઈએ !!
પરબિડીયામાં પૂરી હું મોકલી શકુ તેને,
એવું ખુદા મારું શ્વસન હોવું જોઈએ.
દોસ્ત! પાણી રોજ ભીંતરે રેડવું પડે છે,
મારી અંદર એક ઉપવન હોવું જોઈએ.
ખીણ જોઈને કદમ પાછળ હટી જાય,
જાતનું એવુંય નાં જતન હોવું જોઈએ.
ઘણું કહી ગઈ છે બધી ક્ષણો તને તેનું,
જીંદગી માં રોજ ચિંતન હોવું જોઈએ.
એક હાથેથી નથી વાગી કદી તાળી,
એક થાવાં બેઉંનું મન હોવું જોઈએ.
હું કબરને રોશની આપી શકું એથી,
ચાંદ જેવું મારું કફન હોવું જોઈએ.
આપ્યાં છે ભીંતને પણ કાન ઈશ્વરે,
તારું એથી મૂંગું રુદન હોવું જોઈએ.
આટલું કાળું નાં ગગન હોવું જોઈએ,
તેનું કાજળ સંગ મિલન હોવું જોઈએ.
ફળ મૂકી થડ કોતરે છે એટલે નક્કી,
એનું થડમાં કંઈક દફન હોવું જોઈએ.
કંટકો નિષ્ફળ રહ્યાં,મતલબ હવે મારું,
આ ફૂલો હાથે જ પતન હોવું જોઈએ.
કૈલાશ.વિંઝુડા

