નજર થી નજર મળે છે જ્યારે,

આખુંય વૃંદાવન હશે છે ત્યારે..

રૂઠી ને બેસે ક્યારેક કાન જ્યારે,

મારા પ્રીતમ રાધા કહે છે ત્યારે..

નખ પર ગિરિવર ઉપાડે છે જ્યારે,

નજર તો રાધા પર રહે છે ત્યારે..

કજરારા નૈન કાન ના લાગે જ્યારે,

બનવારી નામ રાધા કહે છે ત્યારે..

આમ થતી રહેશે તકરાર જ્યારે,

આરસી જોઈ 'હર્ષ' કરે છે ત્યારે..